VIDEO: બગસરામાં સરકારી શાળાની દિવાલ પર ભાજપ ઉમેદવારોના લાગ્યા બેનર, આચારસંહિતાના ઉડ્યા લીરેલીરા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એટલો આંધળો પ્રચાર થઈ રહ્યો છે કે ગમે ત્યાં પોસ્ટર અને ઝ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એટલો આંધળો પ્રચાર થઈ રહ્યો છે કે ગમે ત્યાં પોસ્ટર અને ઝંડા લગાડી દેવાય છે. બગસરા પાલિકાના વોર્ડ નંબર 5 ના ભાજપના ઉમેદવારોના પોસ્ટર શાળાની દીવાલ પર લગાડી દેવાયા છે. સરકારી શાળાની દિવાલ પણ ચૂંટણીના મૂરતિયાઓના પોસ્ટરથી બાકાત નથી.
સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી સમયસર થતી નથી. ઉપરથી શિક્ષણના ખાનગીકરણ સામે નેતાઓની બોલતી બંધ થઈ જાય છે, પણ જનતાને આકર્ષવા માટે ઉપયોગ તો સરકારી શાળાની દિવાલોનો જ કરવાનો. આ પોસ્ટર લગાડ્યા બાદ આદર્શ આચારસંહિતાનો જાહેરમાં ઉલાળીયો થયો હોવા છતાં સ્થાનિક તંત્ર નિષ્ક્રિય છે.


