VIDEO : બનાસકાંઠામાં ભવ્ય જીત બાદ ગેનીબેને શક્તિસિંહ અંગે આપ્યું મોટું નિવેદન, જુઓ શું કહ્યું
Banaskantha News : બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર જીત બાદ પોતાના ગામ અબાસણ પહોંચ્યા હત

Banaskantha News : બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર જીત બાદ પોતાના ગામ અબાસણ પહોંચ્યા હતા. અબાસણ ગામના બે યુવાનો BSFની છ મહિનાની ટ્રેનીંગ પૂરી કરી વતન પહોંચતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાજરી આપવા માટે ગેનીબેન ઠાકોર અબાસણ ગામ પહોંચ્યા હતા. અબાસણના ગ્રામજનોએ ગેનીબેન ઠાકોરનું ભવ્ય સ્વાગત કર્યું તેમજ તેમને ઘોડા પર બેસાડી ગામમાં ફેરવ્યા હતા. કાર્યક્રમ બાદ ગેનીબેને બનાસકાંઠામાં ભવ્ય જીત અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ અંગે મોટું નિવેદન આપ્યું હતું.
શક્તિસિંહ ગોહિલે ભાજપની હેટ્રિકને રોકી
ગેનીબેને કહ્યું કે બનાસકાંઠા કોંગ્રેસની જીત બાદ પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના શીર્ષ નેતૃત્ત્વએ શક્તિસિંહ ગોહિલને ફોન કરીને અભિનંદન આપ્યાં. શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખોલ્યું અને ભાજપની હેટ્રિકને રોકી છે. આ હેટ્રિક એવી રોકી છે કે 2027 માટે ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજનું ભવિષ્ય બનાસકાંઠાની બેઠકે નક્કી કર્યું છે.






