મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:સુરતમાં ધોધમાર વરસાદ, પલસાણાનું બલેશ્વર બેટમાં ફેરવાતા ડ્રોન કેમેરામાં કેદ થયા તબાહીના દ્રશ્યો

સુરત જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે 9 ઈંચ કરતાં વધુ વરસાદથી પલ

સુરત જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે 9 ઈંચ કરતાં વધુ વરસાદથી પલસાણાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ગામ પાસેથી પસાર થતી બત્રીસ ગંગા ખાડી ઉભરાઈ છે. ગામ પેટમાં ફેરવાયેલા પાણીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. 

ફસાયેલાનું સ્થળાંતર

ટાંકી ફળિયામા ફસાયેલા 30થી 40 જેટલા પરિવારો બેટ પરથી સ્થળાંતરિત કરવામાં આવ્યાં હતાં. સ્ત્રીઓને અને બાળકો સહિતનાનું સ્થળાંતર કરાયું હતું. રહીશો સામાન લઈ બહાર નીકળી ગયાં હતાં. હાઇવે પર બનાવવામાં આવેલી પ્રોટેકશન વોલને કારણે પાણી ભરાઈ ગયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ફેરાવો વધી ગયો

હાલના તબક્કે પલસાણા તાલુકાના બગુમરા તુંડી રોડ, બગુમરા બલેશ્વર રોડ,  તેમજ બારડોલી અને માંડવી તાલુકો મળી કુલ નવ જેટલા ગામોમા આવેલા નાના-મોટા પુલ તેમજ કોઝવે હાલ પાણીમાં ગરકાવ છે. હાલ બલેશ્વર બત્રીસ ગંગા ખાડી પાણી ફરી વળતા રોજિંદા કામ માટે કડોદરા સુરત જવા માટે 10 થી 15 કિમીનો ફેરાવો કરવાની નોબત આવી છે.

આ સમાચાર શેર કરો