Video: બહુચરાજીને મળ્યો નગરપાલિકાનો દરજ્જો, યાત્રાધામનાં વિકાસને મળશે વેગ
મહેસાણા જિલ્લાના બહુચરાજીને નગરપાલિકાનો દરજ્જો અપાતા નગરજનોમાં ખુશીની લાગણી વ્યાપી છે. બહુચર
મહેસાણા જિલ્લાના બહુચરાજીને નગરપાલિકાનો દરજ્જો અપાતા નગરજનોમાં ખુશીની લાગણી વ્યાપી છે. બહુચરાજી ગ્રામ પંચાયત નગરપાલિકા જાહેર થતા હવે યાત્રાધામનો સર્વાંગી વિકાસ પણ થશે.
આજે 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બહુચરાજીવાસીઓને નવી ભેટ મળી છે. હવેથી બહુચરાજી ગ્રામ પંચાયતને બદલે નગરપાલિકા તરીકે ઓળખાશે. રાજ્ય સરકારના અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં આ જાહેરાત કરાઈ છે. નગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ બહુચરાજીનો સર્વાંગી વિકાસ થશે.








