મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : બગોદરા અકસ્માત બાદ આગમાં આઈસરમાં ભડથું થઈ ગયેલા બે લોકોના મૃતદેહ બહાર કઢાયા

અમદાવાદના બગોદરા હાઈવે પાસે થયેલા અકસ્માત બાદ આગની ઘટનામાં આઈસરમાં બળીને ભડથું થઈ ગયેલા ડ્રાઈવર અને

અમદાવાદના બગોદરા હાઈવે પાસે થયેલા અકસ્માત બાદ આગની ઘટનામાં આઈસરમાં બળીને ભડથું થઈ ગયેલા ડ્રાઈવર અને અન્ય એક શખ્સના મૃતદેહોન અકસ્માતના વાહનને કટીંગ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટના સ્થળે અમદાવાદ જિલ્લા પોલીસવાડા ઓમ પ્રકાશ જાટ, મેજિસ્ટ્રેટ બગોદરા,  આરોગ્ય વિભાગના ડોક્ટરો સહિતનો કાફલો દોડી આવ્યો હતો. બંને મૃતદેહોને બહાર કાઢી પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા, જયારે બે ઈજાગ્રસ્ત લોકોને સારવાર મારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. 

આઈસર ટ્રક ડિવાઈડર કૂદીને રોન્ગ સાઈડમાં 3 વાહનો સાથે ટકરાયો 

અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર રોહીકા ચોકડી નજીક અકસ્માત બાદ ટેન્કરમાં બ્લાસ્ટની ઘટના ઘટી હતી. રાત્રિ દરમિયાન કાપડના રોલ ભરેલી આઇસર ટ્રક  રોંગ સાઇડમાં ધસી આવી હતી. આ આઈસર ટ્રકે અન્ય વાહનોને ટક્કર મારી હતી.  તે દરમ્યાન આ દુર્ઘટના સર્જાઈ હતી. ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થયા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તેની સાથે ત્રણ વાહનોમાં પણ આગ પ્રસરી હતી. 

આ સમાચાર શેર કરો