મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : દ્વારકા બાદ હવે ઓખામાં બુલડોઝરની એન્ટ્રી, દરિયાકાંઠાના ગેરકાયદેસર ધાર્મિક દબાણો પર તંત્રનો હથોડો

દ્વારકા બાદ હવે ઓખા નગરપાલિકા વિસ્તારમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર ધાર્મિક દબાણો પર

દ્વારકા બાદ હવે ઓખા નગરપાલિકા વિસ્તારમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર ધાર્મિક દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટ અને ગૃહ વિભાગના કડક નિર્દેશો હેઠળ, દરિયાકિનારાથી માત્ર 100 મીટરના અંતરે આવેલા 2 જેટલા ગેરકાયદેસર ધાર્મિક દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.કોઈપણ અનિચ્છનીય ઘટના રોકવા માટે મીઠાપુર પોલીસ અને ઉચ્ચ સરકારી અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાઈવે અને દરિયાકાંઠાના વિસ્તારોને દબાણમુક્ત કરવાની આ ખાસ ઝુંબેશ આગામી ત્રણ દિવસ સુધી સતત ચાલુ રહેશે, જેને પગલે સમગ્ર પંથકમાં દબાણકર્તાઓ વચ્ચે ફફડાટ વ્યાપી ગયો છે.

આ સમાચાર શેર કરો