Rajkot: આટકોટ દુષ્કર્મનો આરોપી પોલીસની કાર્યવાહીથી ડર્યો; કહ્યું ભૂલ થઈ ગઈ, ગુજરાતમાં ક્યારેય નહીં આવું
રાજકોટ જિલ્લાના આટકોટમાં બનેલા દુષ્કર્મના ગંભીર ગુનાના આરોપીએ પોલીસની સખત અને ત્વરિત કાર્યવાહીથી ડરીને પોતે કરેલી
રાજકોટ જિલ્લાના આટકોટમાં બનેલા દુષ્કર્મના ગંભીર ગુનાના આરોપીએ પોલીસની સખત અને ત્વરિત કાર્યવાહીથી ડરીને પોતે કરેલી ભૂલનો એકરાર કર્યો છે. આરોપીએ માત્ર ગુનો કબૂલ જ નથી કર્યો, પરંતુ તેણે ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહીં કરવા અને ગુજરાતમાં ક્યારેય નહીં આવવા તેમજ ગુજરાત સામે જોશે પણ નહીં તેવું કહ્યું છે,ત્યારે પોલીસના એકશનથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.
નોંધનીય છે કે, રાજકોટના આટકોટમાં બનેલી દુષ્કર્મની ઘટનાના આરોપીએ ભાગવાનો અને પોલીસ હુમલાનો પ્રયાસ કર્યો છે. આ દરમિયાન પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કરતા આરોપીને પગમાં ઇજા થઈ હતી. આ કાર્યવાહીમાં પોલીસ જવાન પણ ઇજાગ્રસ્ત થયો હતો.
શું છે સમગ્ર ઘટના
જસદણના આટકોટમાં નિર્ભયાકાંડ જેવી ઘટના બનતા ચકચાર મચી હતી. એક શ્રમિક પરિવારની છ વર્ષની બાળકી પર આ નરાધમે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. હેવાનિયતની હદ વટાવતા નરાધમે ગુપ્તાંગમાં ધારદાર હથિયાર ઘુસાડી દીધી હતું અને ગંભીર ઇજા પહોંચાડી ક્રૂરતા આચરી હતી. બાળકીની ગંભીર હાલતને જોતાં તેને પરિવારે તાત્કાલિક રાજકોટની હોસ્પિટલ ખસેડી હતી.





