મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : વેઈટલિફ્ટિંગમાં એશિયાનું શક્તિપ્રદર્શન, મહાત્મા મંદિરમાં જામશે 28 દેશોના એથ્લિટ્સનો મેળાવડો

દેશ અને ગુજરાત પ્રથમ વખત એશિયન સીનિયર વેઈટલિફ્ટિંગ ચેમ્પિયન

દેશ અને ગુજરાત પ્રથમ વખત એશિયન સીનિયર વેઈટલિફ્ટિંગ ચેમ્પિયન્શીપની યજમાની કરશે. 10 મેથી 17 મે સુધી ગાંધીનગરના મહાત્મા મંદીરમાં આ ચેમ્પિયન્શીય યોજાશે. આ ટૂર્નામેન્ટમાં એશિયાના 28 દેશ સહિત ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના ગેસ્ટ એથ્લિટ પણ ભાગ લઈ રહ્યાં છે. સૌથી ખાસ વાત એ છે કે, આ ટૂર્નામેન્ટમાં ચાર ઓલિમ્પિક મેડલિસ્ટ અને 7થી વધુ એશિયન ચેમ્પિયન્શીપ જીતેલા વેઈટલિફ્ટર ભાગ લેશે. ચેમ્પિયન્શીપમાં અંદાજે 200 ખેલાડીઓ, 200 ટીમ ઓફિશિયલ્સ, ટેકનિકલ ઓફિશિયલ્સ સાથે એશિયન અને ઈન્ટરનેશનલ વેઈટલિફ્ટિંગ ફેડરેશનના પદાધિકારીઓ પણ હાજરી આપશે. 2030માં ગુજરાતમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ પહેલા આ ટૂર્નામેન્ટનું આયોજન ગુજરાત માટે ઘણું મહત્વ ધરાવે છે. ગયા વર્ષે જ કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયન્શીપની યજમાની ગુજરાત કરી ચૂક્યું છે. 

આ સમાચાર શેર કરો