મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાયલામાં ચૂંટણી તૈયારીઓના ભાગરૂપે રેન્જ IG નિર્લિપ્ત રાયે લીધી ઓચિંતી મુલાકાત, પોલીસ બેડામાં મચી દોડધામ

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે સાયલા ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂ

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે સાયલા ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ઓચિંતી મુલાકાત લેતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સુરેન્દ્રનગર એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સાયલાના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકોની વ્યક્તિગત વિઝીટ કરી સુરક્ષા વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે હેતુથી અધિકારીઓ ખડેપગે જોવા મળ્યા હતા, અને આઈજી નિર્લિપ્ત રાય આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લાના અન્ય તાલુકાઓની પણ મુલાકાત લે તેવી શક્યતા સેવાઈ રહી છે.

આ સમાચાર શેર કરો