VIDEO: વડોદરાના ગોરવા વિસ્તારમાં ડામર પીગળી જતાં રોડની કામગીરી સામે સવાલ, વાહનચાલકોમાં રોષ
વડોદરા શહેરમાં દિવસેને દિવસે વધી રહેલી ગરમી વચ્ચે હવે પાલિકા તંત્રની કામ
વડોદરા શહેરમાં દિવસેને દિવસે વધી રહેલી ગરમી વચ્ચે હવે પાલિકા તંત્રની કામગીરી પણ સવાલોના ઘેરામાં આવી ગઈ છે. ગોરવા વિસ્તારમાં ઇલોરા પાર્કથી પૂજા કોમ્પ્લેક્સ નજીક રોડ પરનો ડામર પીગળી જતા મહાનગરપાલિકાની હલકી ગુણવત્તાવાળી કામગીરીની પોલ ખુલી પડી છે. ગરમી પડતા રોડ રસ્તાની હાલત બગડતા અહીંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
કરોડો રૂપિયાના ખર્ચે બનતા રોડ રસ્તાઓની ગુણવત્તાને લઈને સતત સવાલો ઉઠી રહ્યા છે. પાલિકા દ્વારા માર્ગો માટે મોટી ફાળવણી કરવામાં આવે છે, પરંતુ કામગીરીનું યોગ્ય મોનીટરીંગ થાય છે કે નહીં તે હવે ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકોમાં પણ તંત્ર સામે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ સમગ્ર મામલે પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.


