VIDEO: નરોડાના કુખ્યાત ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમા બારડની ધરપકડ, પોલીસે ઘટના સ્થળનું કર્યું રિકન્સ્ટ્રક્શન
Arrest Dharmendra Singh alias Dhama Barad | અમદાવાદના નરોડામાં જાહેરમાં વાહનોમાં તોડફોડ કરનાર મામલામાં સામેલ 7 આરોપીઓની અગાઉ જ ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે
અમદાવાદના નરોડામાં જાહેરમાં વાહનોમાં તોડફોડ કરનાર મામલામાં સામેલ 7 આરોપીઓની અગાઉ જ ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે ફરાર ધમા બારડને પોલીસે દબોચ્યો છે.
ગુનામાં સામેલ 7 આરોપીઓની ધરપકડ
અજીતસિંહ રાઠોડ, કુલદિપ શર્માની ધરપકડ કરાઈ આ સાથે જ વિશાલ સોલંકી, સિધ્ધરાજ સોલંકી પર સકંજો કસાયો હતો તો બીજી બાજુ ધનશ્યામ રાઠોડ, બ્રિજેસ પટેલની સાથે રોશન સકસેનાની પણ ધરપકડ કરાઈ હતી.
ઝોન 4 LCBએ ગુનામાં સામેલ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમા બારડની ધરપકડ કરી
ઝોન 4 LCBએ ગુનામાં સામેલ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમા બારડની ધરપકડ કરી હતી. મળતા અહેવાલ પ્રમાણે સામાન્ય ડીપર મારવાના મામલે ધમા બારડ અને અન્ય શખ્સો યુવાન સાથે શ્યામવિહાર સોસાયટી ગેટ પર ઝઙડો કર્યો હતો. ફરિયાદીનું અપહરણ કરી મારામારી પણ કરી હતી.
મારામારીની ઘટના બાદ ધમા બારડ ફરાર થઈ ગયો
મારામારીની ઘટના બાદ ધમા બારડ ફરાર થઈ ગયો હતો. ધમા બારડ નર્મદા કેવડિયા ખાતે હોટલમાં છુપાઈને બેઠો હતો. બીજી તરફ ધમાબારડ સામે અગાઉ 22 ગુનાઓ પણ નોઁધવામાં આવ્યા છે. કૃષ્ણનગર પોલીસે ધમા બારડને સાથે રાખીને ઘટનાસ્થળનું રિક્રએટ કરાવી હતી.






