VIDEO: દેવભૂમિ દ્વારકામાં સેનાના જવાનોએ સંખ્યાબંધ લોકોનું કર્યું રેસ્ક્યું
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર, મધ્ય કચ્છ સહિત સમગ્ર ગુજરા
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર, મધ્ય કચ્છ સહિત સમગ્ર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં દ્વારકા તાલુકામાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉપરવાસથી વરસાદનું પાણી આવી રહ્યું છે. તેથી કેટલાક શહેરી વિસ્તારના રહેણાંક મકાનોમાં પણ પાણીની સપાટી વધી છે.
આર્મીના જવાનોએ દ્વારકામાં સ્થિતિ સંભાળી
આર્મીના જવાનોએ દ્વારકામાં સ્થિતિ સંભાળી છે. પુર વચ્ચે બાળકો વૃદ્ધો સહિત લોકોનું રેસ્ક્યુ કર્યા હતા. તમામનું રેસ્ક્યું કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા.
દ્વારકામાં સાત ઇંચ વરસાદ નોંધા
આ દરમિયાન ગત સાંજ સુધીમાં સૌરાષ્ટ્રનાં 25 જેટલા તાલુકામાં અડધાથી સાત ઇંચ વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ દ્વારકામાં સાત ઇંચ વરસાદ નોંધાયો હતો. આજે પણ સૌરાષ્ટ્રમાં મોટાભાગનાં ડેમ ઓવરફ્લો ચાલુ રહ્યા હતા. નદીઓમાં પૂર યથાવત રહ્યા હતા. જો કે પાણી ઓસરવા લાગતા આજથી જનજીવન થાળે પડવું શરૂ થયું હતું.






