VIDEO: રાજકોટમાં નબીરાએ સર્જેલા અકસ્માતના વધુ એક CCTV સામે આવ્યા, આરોપી પાસે હતી લક્ઝુરિયસ કાર
રાજકોટ બિલ્ડરના પુત્ર ધવલ પીપળીયા દ્વારા નશાની હાલતમાં કાર અકસ્માત સર્જવાનો મામલો વધુ ગરમાયો
રાજકોટ બિલ્ડરના પુત્ર ધવલ પીપળીયા દ્વારા નશાની હાલતમાં કાર અકસ્માત સર્જવાનો મામલો વધુ ગરમાયો છે. નવા CCTV ફૂટેજ અને વીડિયો સામે આવતાં જાણવા મળ્યું છે કે અકસ્માત પહેલાં ધવલ વોલ્વો જેવી કાર ચલાવી રહ્યો હતો.
અકસ્માત પછી તે એટલો નશામાં હતો કે તેની આંખો પણ ખૂલતી નહોતી. એક અન્ય વીડિયોમાં જનતાએ તેને મેથીપાક ચખાડ્યો. માલવિયાનગર પોલીસ આરોપી વિરુદ્ધ કેવી કાર્યવાહી કરે છે તેના પર હાલ સૌની નજર છે.


