મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ શહેરમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ, લોકોએ નશામાં ચૂર કારચાલકને ઝડપી ચખાડ્યો મેથીપાક

રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ

રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દારૂના નશામાં ધૂત બિલ્ડર પુત્ર ધવલ મહેશભાઈ પીપળીયાએ પોતાની વૈભવી કાર પુરપાટ ઝડપે હંકારી ચાર કાર અને એક બાઈકને અડફેટે લીધી હતી. અકસ્માતમાં પાંચ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં એક મહિલાની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કારચાલક બેફામ ઝડપે વાહન દોડાવતો નજરે પડે છે.

અકસ્માત બાદ રોડ પર હાજર લોકોએ નશામાં ચૂર કારચાલકને ઝડપી મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આરોપીની અટકાયત કરી હતી. અકસ્માતમાં ઘવાયેલા બે લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો