VIDEO / NEET પેપર લીક: પરીક્ષા રદ થવા મામલે રાજકોટ NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન
NEETની પરીક્ષાનું પેપર લીક અને પરીક્ષા રદ થવા મામલે રાજકોટ અનએસયુઆઈ કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં

NEETની પરીક્ષાનું પેપર લીક અને પરીક્ષા રદ થવા મામલે રાજકોટ અનએસયુઆઈ કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના કિશાનપરા ચોક ખાતે એનએસયુઆઈ અને કોંગ્રેસના કાર્યકરોએ શિક્ષણ તંત્રની નિષ્ફળતાના પ્રતીક રૂપે નનામી કાઢીને સૂત્રોચ્ચાર કર્યા હતા. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહેલા ચેડાં સામે વિરોધ નોંધાવી રહેલા આ કાર્યકરો અને છાત્ર આગેવાનોને અટકાવવા માટે પોલીસે દરમિયાનગીરી કરી હતી. વિરોધ પ્રદર્શન વધતા પોલીસે તાત્કાલિક અસરથી તમામ કાર્યકરોની અટકાયત કરી હતી અને તેમને પોલીસ હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે કિશાનપરા ચોક વિસ્તારમાં થોડો સમય ઉત્તેજનાભર્યો માહોલ જોવા મળ્યો હતો.



