મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ સિવિલમાં ઉંદરોનો આતંક, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી છે, જ્યાં હવે ઉંદરોનો ત્રાસ વધ્યો હોવાના વી

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી છે, જ્યાં હવે ઉંદરોનો ત્રાસ વધ્યો હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વાયરલ વીડિયો હોસ્પિટલના OPD વિભાગનો હોવાની શક્યતા સેવાઈ રહી છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક તરફ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને બીજી તરફ ઉંદરો મુક્તપણે દોડી રહ્યા છે. અગાઉ હોસ્પિટલ પરિસરમાં શ્વાનોના આંટાફેરાના વીડિયો બાદ હવે ઉંદરોના ત્રાસથી દર્દીઓ અને તેમના સગાંઓમાં ભારે હાલાકી અને ફફડાટ ફેલાયો છે. સફાઈ અને વ્યવસ્થાના મોટા દાવાઓ વચ્ચે ઉંદરોના આ દ્રશ્યોએ હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે અનેક સવાલો ઉભા કર્યા છે. દર્દીઓ હવે આ ગંદકી અને જીવજંતુઓના ભયમુક્ત વાતાવરણમાં સારવાર મળે તેવી માંગ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો