મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગંભીરા બ્રિજ પર લટકી રહેલા ટેન્કરને કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી,

વડોદરાના પાદરાના ગંભીરા બ્રિજ પર લટકી રહેલા ટેન્કરને કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી

વડોદરાના પાદરાના ગંભીરા બ્રિજ પર લટકી રહેલા ટેન્કરને કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી છે..પોરબંદરની ખાનગી કંપની પાસે આ ટેન્કર ઉતારવાનો કોન્ટ્રાક્ટ છે..તેમજ ટેકનિશિયલ ટીમે બ્રિજ પર લટકતા ટેન્કરને કાઢવા માટે બલૂન ગોઠવવાની કવાયત હાથ ધરી છે.. આ કામગીરીમાં રહેલા અધિકારીઓ કર્મચારીઓની  સેફ્ટીની બાબતોનું ખાસ ધ્યા રાખવામાં આવ્યુ છે.

બંને બલૂન ગોઠવીને હવા ભર્યા બાદ ટ્રક ઉંચી કરાશે.

ટેન્કરની નીચે બલૂન ગોઠવ્યા બાદ તેમા હવા ભરીને બલૂનના પ્રેશરથી ટેન્કર ઉંચુ કરીને કાઢવાની કામગીરી કરાશે.પોરબંદરની વિશ્વકર્મા મરીન કંપની આ સમગ્ર કામગીરી નિઃશુક્લ કરવાની છે.બંને બલૂન ગોઠવીને હવા ભર્યા બાદ ટ્રક ઉંચી કરાશે.. અને બાદમાં તેને પાછળ તરફ ખેંચી લેવામાં આવશે..કોઈ પણ વ્યક્તિને આ સ્થળ પર જવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે..તેમજ ગંભીરા બ્રિજ તરફનો રસ્તો જ પણ પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો