VIDEO : અમૂલે ફરી આપ્યો ઝટકો, દહીંના ભાવમાં રૂ.10નો વધારો કર્યો
Amul Masti Dahi price hike : બે દિવસ પહેલા દૂધના ભાવમાં વધારો કર્યા બાદ અમૂલે ફરી એકવાર ગ્રાહકોને ઝટકો આપ્યો છ

Amul Masti Dahi price hike : બે દિવસ પહેલા દૂધના ભાવમાં વધારો કર્યા બાદ અમૂલે ફરી એકવાર ગ્રાહકોને ઝટકો આપ્યો છે. દૂધ બાદ હવે અમૂલે દહીંના ભાવમાં વધારો કર્યો છે. અમૂલે મસ્તી દહીંમાં ભાવમાં રૂ.10નો વધારો કર્યો છે, જેથી હવે દહીંની નવી કિંમત આ પ્રમાણે થઇ છે :
- 200 ગ્રામ - એક રૂપિયાનો વધારો - નવો ભાવ રૂ.19
- 400 ગ્રામ - એક રૂપિયાનો વધારો - નવો ભાવ રૂ.35
- 1 કિલો પાઉચ - ત્રણ રૂપિયાનો વધારો - નવો ભાવ રૂ.75
- 1 કિલો બકેટ - 10 રૂપિયાનો વધારો - નવો ભાવ રૂ.110
આ મહિનાની શરૂઆતમાં અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો કર્યો હતો. અમૂલ ગોલ્ડ રૂ.64થી રૂ.66, ટી સ્પેશિયલ રૂ.62થી રૂ.64, અમૂલ શક્તિ રૂ.60થી રૂ.62 ભાવ વધારો કરવામાં આવ્યો હતો.




