મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને લેઉવા પાટીદાર અગ્રણી અને ધારાસભ્ય જયેશ રાદડિયાનું કોલ્ડ વોર સમાપ્ત

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને લેઉવા પાટીદાર અગ્રણી તે

ગુજરાતમાં  છેલ્લા ઘણા સમયથી ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને લેઉવા પાટીદાર અગ્રણી તેમજ ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યું હતું. તો બીજી તરફ બન્ને વચ્ચે ઘણા સમયથી  ચાલી રહેલું કોલ્ડવોર સમાપ્ત થયું છે.

 IIFCOની ચૂંટણી બાદ જયેશ રાદડિયાએ અનેકવાર નામ લીધા વિના સમાજના અગ્રણીઓ પર નિશાન સાધ્યું

મળતા અહેવાલ પ્રમાણે IIFCOની ચૂંટણી બાદ જયેશ રાદડિયાએ અનેકવાર નામ લીધા વિના સમાજના અગ્રણીઓ પર નિશાન સાધ્યું હતું અને તેમને રાજકારણ કરવું હોય તો ખુલ્લા મેદાને આવવા માટે ટકોર પણ કરી હતી.

જયેશ રાદડિયાની ઉપસ્થિતિથી નરેશ પટેલ અને તેમની વચ્ચે સુખદ સમાધાન

જોકે, આ કાર્યક્રમમાં જયેશ રાદડિયાની ઉપસ્થિતિથી નરેશ પટેલ અને તેમની વચ્ચે સુખદ સમાધાન થયું છે. હાલ ખોડલધામ ખાતેના કાર્યક્રમમાં જયેશ રાદડિયા હાજર રહેતા તમામ મતભેદો અને મનભેદો દૂર થયા હોવાની ચર્ચા સમાજમાં ચાલી રહી છે, જે લેઉવા પાટીદાર સમાજ માટે એક સકારાત્મક સંકેત છે.

આ સમાચાર શેર કરો