VIDEO : સુરેન્દ્રનગરમાં 44 કરોડના ખર્ચે બનેલા બ્રિજના બાંધકામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, ભારે વાહનો માટે બંધ કરાયો
Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં થતા વિકાસના કામોમાં ભ્રષ્ટાચા

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં થતા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થતા હોવાનું સતત સામે આવ્યું છે હજુ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નજીક બનેલો બ્રીજ 10 ફૂટ સુધી બેસી ગયો તેને એક મહિનો નક્કી થયો ત્યાં ફરી એક વખત સુરેન્દ્રનગર શહેરનો એકમાત્ર ઓવરબ્રિજ આવેલો છે તેના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું સામે આવ્યું છે.
તંત્ર દ્વારા આ ઓવરબ્રિજ શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી થાય અને શહેરીજનો સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડથી ધાંગધ્રા બાયપાસ રોડને જોડતો બહુચર હોટલ નજીક સર્વિસ રોડ છે ત્યાં જઈ શકે તે હેતુસર 2019ના વર્ષમાં 44 કરોડના ખર્ચે તંત્ર દ્વારા ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો. આ ઓવરબ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપ લાગ્યા છે.હવે બ્રિજને ફિટનેસ ટેસ્ટિંગ માટે બંધ કરવામાં આવ્યો છે.
જે સમયે ઓવરબ્રિજનું કામ થતું હતું તે દરમિયાન નબળી ગુણવત્તાનું કામ થતા હોવાની ફરિયાદ તંત્રને સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી, પરંતુ તંત્રએ કોઈ ધ્યાન આપ્યું નહીં. જે પછી માત્ર પાંચ જ વર્ષમાં 10 વખત બ્રિજમાં ગાબડાઓ પડ્યા. હવે કલેકટરે જાહેરનામુ બહાર પાડીને ભારે અને મોટા વાહનો માટે બ્રિજને બંધ કરી દીધો છે.






