VIDEO: મીડિયા સાથે પોલીસની ગેરવર્તણૂકનો આક્ષેપ
પાટણમાં જિલ્લા કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન મીડિયા કર્મીઓ સાથે પોલીસ અધિકારીઓએ ગેરવર્તણૂક કરી હોવાના આક્ષેપો

પાટણમાં જિલ્લા કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન મીડિયા કર્મીઓ સાથે પોલીસ અધિકારીઓએ ગેરવર્તણૂક કરી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. કોંગ્રેસના અટકાયત કરાયેલા આગેવાનોનું કવરેજ કરતી વખતે SOGના PSI અને બી-ડિવિઝનના PI નીરવ શાહે કેમેરાને હાથ મારી મીડિયા કર્મીઓ સાથે દાદાગીરી કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઘટનાને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સખત શબ્દોમાં વખોડી કાઢી મીડિયા સ્વતંત્રતા પર હુમલો ગણાવ્યો હતો. કિરીટ પટેલે જણાવ્યું કે, જો આ મુદ્દે મીડિયા કર્મીઓ લડત આપશે તો સમગ્ર પાટણ જિલ્લા કોંગ્રેસ તેમની સાથે ખભેખભા મિલાવીને ઊભી રહેશે.




