મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અર્જુન મોઢવાડિયાના પુત્ર સહિત તમામ 26 આરોપીઓ નિર્દોષ જાહેર, દારૂની મહેફિલ અંગે નોંધાઈ હતી ફરિયાદ

અમદાવાદમાં વર્ષ 2016ના સેટેલાઇટમાં વરૂણ જૈન નામના વ્યક્તિની બર્થડે પાર્ટીમાં દારૂ મહેફિલમાં દરોડા પ

તસવીર: gstv

અમદાવાદમાં વર્ષ 2016ના સેટેલાઇટમાં વરૂણ જૈન નામના વ્યક્તિની બર્થડે પાર્ટીમાં દારૂ મહેફિલમાં દરોડા પડ્યા હતા. આ કેસમાં તમામ 26 આરોપીઓ નિર્દોષ જાહેર થયા છે. અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટે ચુકાદો આપતા અર્જુન મોઢવાડિયાના પુત્ર પાર્થ મોઢવાડિયા સહિત તમામ 26 આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડ્યા. કોર્ટએ નોંધ્યું કે તપાસમાં ગંભીર ખામીઓ, પુરાવામાં વિરોધાભાસ અને સ્વતંત્ર સાક્ષીઓનો અભાવ હતો. ફરિયાદી તત્કાલીન પીએસઆઈ ચંદ્રકલા જાડેજા ઉપર ચાર લાખની લાંચ માંગ્યાનો આક્ષેપ થયો હતો. વરુણ જૈન તેના પિતા મનોજ જૈનની લીકર પરમિટ પર દારૂ લાવવામાં આવ્યો હતો. 

આ સમાચાર શેર કરો