VIDEO: AUDAના CEO ડી.પી. દેસાઈનું સ્વૈચ્છિક રાજીનામું, આ ડેપ્યુટી મ્યુનિ. કમિશનરને સોંપાશે વધારાનો કાર્યભાર
અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના સીઈઓ ડી.પી. દેસાઈએ પોતાની પારિવારિક જવાબદારીઓને મુખ્ય કારણ દર્શા
અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના સીઈઓ ડી.પી. દેસાઈએ પોતાની પારિવારિક જવાબદારીઓને મુખ્ય કારણ દર્શાવીને પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે, જેને સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. ડી.પી. દેસાઈ અગાઉ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે પણ મહત્વની સેવાઓ આપી ચૂક્યા છે.
તેમના રાજીનામા બાદ, હવે AUDAના સીઈઓ તરીકેનો વધારાનો કાર્યભાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમૃતેશ ઔરંગાબાદકરને સોંપવામાં આવ્યો છે. વહીવટી તંત્રમાં થયેલા આ ફેરફારને પગલે હવે શહેરના વિકાસ કાર્યોની જવાબદારી ઔરંગાબાદકર સંભાળશે.


