મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આજથી દોઢ વર્ષ માટે અમદાવાદનો સારંગપુર બ્રિજ જાહેર જનતા માટે બંધ, જાણો વૈકલ્પિક રુટ

અમદાવાદીઓ માટે મહત્ત્વના અહેવાલ સામે આવ્યા છે. શહેરનો સારંગપુર બ

અમદાવાદીઓ માટે મહત્ત્વના અહેવાલ સામે આવ્યા છે. શહેરનો સારંગપુર બ્રિજ આગામી દોઢ વર્ષ માટે બંધ રહેશે. નવા બ્રિજની કામગીરી થવા બાબતે બ્રિજને બંધ કરવામાં આવ્યો છે.સારંગપુર બ્રિજ બંધ થતાં અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ પર વાહન વ્યવહારમાં વધારો થશે.

સારંગપુર બ્રિજ બંધ થતાં અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ પર વાહન વ્યવહારમાં વધારો

 2 જાન્યુઆરીથી 2025 થી 30 જૂન 2026 સુધી આ બ્રિજ બંધ રહેશે. શહેર પોલીસ કમિશ્નરે આ મામલે જાહેરનામું બહાર પાડ્યું હતું.

 વૈકલ્પિક રુટની માહિતી

  1. ગીતા મંદીર, ગાંધી રોડ, ખાડીયા તથા શહેર તરફથી આવતો ટ્રાફિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન થઇ વાણિજ્ય ભવન થઇ અનુપમ/અંબિકા બ્રીજ થઇ એપરલ પાર્ક થઇ અનુપમ સિનેમા થઈ જરૂરીયાત મુજબ અલગ અલગ મુખ્ય માર્ગનો ઉપયોગ કરી શકાશે.
  2. ગીતા મંદીર તથા શહેર તરફથી આવતો ટ્રાફિક જે કાલુપુર સર્કલ જવા માટે સારંગપુર સર્કલ થઇ રેલ્વે સ્ટેશન સામેનો એક તરફનો માર્ગ ચાલુ છે તેનો ઉપયોગ કરી મોતી મહેલ હોટલ થઇ કાલુપુર સર્કલ તથા અન્ય અલગ અલગ માર્ગો તરફ જઇ શકાશે.
  3. રખિયાલ ઓઢવ તરફથી સારંગપુર બ્રીજ તરફ આવતો ટ્રાફિક રખિયાલ ચાર રસ્તાથી ન્યુ કોટન ચાર રસ્તા થઇ અનુપમ સિનેમા થઈ અનુપમ/અંબિકા બ્રીજ થઇ કાંકરીયા ગીતામંદીર થઇ શહેર તરફના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે.
  4. રખિયાલ ઓઢવ તરફથી આવતો ટ્રાફિક કે જેઓને કાલુપુર સર્કલ કે કાલુપુર બ્રીજ તરફ જવા માટે કામદાર મેદાન ચાર રસ્તા થઇ ચારતોડા કબ્રસ્તાન થઇ સરસપુર ગુરુદ્વારા થઈ કાલુપુર બ્રીજ થઇ શહેરના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે.

આ સમાચાર શેર કરો