VIDEO: અમદાવાદના હિમાલયા મોલમાં ફાટી નીકળી ભયાનક આગ, 6 ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે
અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગની 6 ગાડીઓ
અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી છે. ફાયરના જવાનો આગને બૂઝાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પ્રાથમિક અનુમાન અનુસાર ACમાં શોર્ટસર્કિટ થતાં આગ લાગી હતી. આગ લાગતા અફરાતફડીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં સદનસીબે જાનહાની ટળી હતી.




