મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad Plane crash: સિવિલ hospitalની બહાર પરિજનોને શોધતા સગાવ્હાલાનું આક્રંદ 

અમદાવાદ મોટી વિમાન દુર્ઘટના બની છે. દુર્ઘટના બાદ અમદાવાદ સિ

અમદાવાદ મોટી વિમાન દુર્ઘટના  બની છે. દુર્ઘટના બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલની બહાર અને અંદર ભારે ભીડ  જોવા મળી છે. ચારે બાજુ સાયરનનના અવાજ સંભળાઈ રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો પોતાના પરિજનને શોધવા માટે અહીં પહોંચી ચુક્યા છે.  લોકો પોતાના પરિજનને શોધવા માટે હોસ્પિટલની બહાર આક્રંદ કરી રહયા છે. 

હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર  જોવા મળી રહી છે. આ દુર્ઘટનામાં મૃત્યુ આંક 120ની આસપાસ પહોંચે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવૈ છે. 

માહિતી અનુસાર વિમાન ક્રેશ થતાં જ તે આગના ગોળામાં ફેરવાઈ ગયું. નજીકની ઇમારતોને પણ નુકસાન થયાના અહેવાલો છે. આ અકસ્માત અમદાવાદ હોર્સ કેમ્પ પાસે થયો હતો, જે સિવિલ હોસ્પિટલની નજીક છે. અકસ્માત બાદ, વાયુસેના અને સેનાની ટીમો બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. NDRF પણ બચાવ કામગીરીમાં લાગી ગયું છે.

ઘટના બાદ અંધાધૂંધી મચી ગઈ હતી. અકસ્માત બાદ જે તસવીરો સામે આવી છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે વિમાનની પૂંછ મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર્સ હોસ્ટેલની ઉપર ફસાઈ ગઈ છે.  વિમાન ઈમારત પર પડતાની સાથે જ જોરદાર વિસ્ફોટ થયો અને આગ ફાટી નીકળી. આ પછી બધે ધુમાડો દેખાવા લાગ્યો. અકસ્માત બાદ, DGCA ટીમ ઘટનાસ્થળે પહોંચી રહી છે જેના પછી ઘટનાની તપાસ કરવામાં આવશે. વિમાન દુર્ઘટના પછી, વિમાનમાં સવાર લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો