VIDEO: અમદાવાદના ઝાંસીની રાણીના બસ સ્ટેન્ડ પાસે કારે એક્ટિવાને મારી ટક્કર, દુર્ઘટનાસ્થળ પર બેના મોત
ગુજરાતના અમદાવાદમાં વધુ એક માર્ગ અકસ્માતની ભયાવહ દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે&nbs
ગુજરાતના અમદાવાદમાં વધુ એક માર્ગ અકસ્માતની ભયાવહ દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના ઝાંસીની રાણીના બસ સ્ટેન્ડ પાસે મોટો અકસ્માત સર્જાયો હતો.મળતા અહેવાલ પ્રમાણે આ અકસ્માત કાર અને એક્ટિવા વચ્ચે સર્જાયો હતો.
અકસ્માતમાં એક્ટિવા સવાર બન્ને યુવાનોના મોત
આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે લોકોના દુર્ઘટનાસ્થળ પર જ મોત નિપજ્ય હતા. કારે એક્ટિવા સ્કૂટરને જોરદાર ટક્કર મારી, જેના કારણે એક્ટિવા પર સવાર બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા અને ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે એકિટવાનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
કાર ચાલકની અટકાયત
કાર એટલી સ્પીડમાં હતી કે ટુ વ્હીલરને ટક્કર મારતા ટુ વ્હીલર બીઆરટીએસની રેલિંગમાં અથડાઈ હતી. આ દુર્ઘટનમાં ટુ વ્હીલર પર સવાર બે યુવકોના મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ છે.આ મામલે ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી છે અને કારચાલકની પણ અટકાયત કરી છે, મૃતકના મૃતદેહને પીએમ માટે મોકલ્યા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.






