મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: ઓઢવના અંબિકાનગરમાં ગત રોજ યુવાન પડ્યો હતો ખાડામાં, દુર્ઘટનાના CCTV આવ્યા સામે

ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની

ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગત રાત્રે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારો જળમગ્ન થયા હતા.

પૂર્વ અને પશ્ચિંમના નિચાણવાળા વિસ્તારોમાં ધોધમાર વરસાદ

અમદાવાદના પૂર્વ અને પશ્મિમના નીચાણવાળા વિસ્તારો પાણાીમાં ગરકાવ થયા હતા. શહેરના  મોટેરા, ઝુંડાલ, ચાંદખેડા, રાણીપ, જગતપુર, ગોતા , ન્યુ રાણીપમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પૂર્વના મણિનગર, રખિયાલ, અમરાઈવાડી, વસ્ત્રાલમાં પણ અનાધાર વરસાદ વરસ્યો હતો. પૂર્વમાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબકતા માર્ગો જળમગ્ન થયા હતા. ભારે વરસાદથખી ખોખરા, જશોદાનગર, હાટકેશ્વક સર્કલ અને CTM તરફનો રસ્તો બેટમાં ફેરવાયો હતો. ત્યારે આ વચ્ચે ઓઢવમાં એક મોટી ઘટના સામે આવી હતી. 

ઘટનાના CCTV  આવ્યા સામે

અમદાવાદના ઓઢવના અંબિકા નગરમાં મોગલ માતાના મંદિર પાસે ખાડામાં પડેલા યુવકનો મૃતદેહ આજે બહાર કાઢવામાં આવ્યો હતો CCTVમાં દેખાઈ રહ્યું છે કે  યુવક બાઈક સાથે ખાડામાં પડે છે  અને ગાયબ થઈ જાય છે. મણિનગર અને ઓઢવમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.ઓઢવ ફાયર સ્ટેશન આસપાસનો સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો.પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારમાં કમરથી ઉપરના ભાગ સુધી વરસાદી પાણી ભરાયા હતા.

ફાયરની ટીમે 9 કલાકની સતત જહેમત બાદ રેસ્ક્યૂ ઓપરેશન કરીને યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો

મૃતક યુવકનું નામ મનુભાઈ પીતાંબરદાસ પંચાલ હતું. ફાયર વિભાગની ટીમે 9 કલાકની સતત જહેમત બાદ રેસ્ક્યૂ ઓપરેશન કરીને યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. સ્માર્ટ સિટીની આ દશા જોઈને લોકોમાં ભારે રોષફેલાયો હતો. તો હવે સવાલ એ થાય છે કે યુવકના દર્દનાક મોતનું જવાબદાર કોણ? અકાળે યુવાનના મોત બાદ પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

આ સમાચાર શેર કરો