મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: શહીદ અગ્નિવીરને ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય, કેન્દ્રીય મંત્રીએ આપી શ્રદ્ધાંજલિ

મહારાષ્ટ્રના નાસિક આર્ટિલરી સેન્ટરમાં શુક્રવારે ફાયરિંગની પ્રેક્ટિસ દરમિયાન વિ

મહારાષ્ટ્રના નાસિક આર્ટિલરી સેન્ટરમાં શુક્રવારે ફાયરિંગની પ્રેક્ટિસ દરમિયાન વિસ્ફોટ થતા જેમાં ગુજરાતના એક સહિત બે અગ્નિવીર જવાન શહીદ થયા હતા. જ્યારે મોડી રાત્રે તેના પાર્થિવદેહને નાસિકથી જામકંડોરણા એમ્બ્યુલન્સ દ્વારા લાવવામાં આવ્યો હતો. જેને પગલે આચવડ ગામમાં કરૂણ દૃશ્યો સર્જાયા હતા. આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરિમયાન આખું ગામ હિંબકે ચડ્યું હતું. ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

શહીદ થયેલા અગ્નિવીર જવાનને શ્રદ્ધાંજલિ  આપવા કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવીયા, ગુજરાત સરકારના મંત્રી ભાનુબેન બાબરીયા અને ધારાસભ્ય જયેશ રાદડિયા તેમજ અનેક સામાજિક અને રાજકીય આગેવાનો જામકંડોરણા ખાતે આવ્યા હતા. 

એક અધિકારીના જણાવ્યા અનુસાર, નાસિકના આર્ટિલરી સેન્ટરમાં અગ્નિવીરો ફાયરિંગની તાલીમ લઈ રહ્યા હતા. આ દરમિયાન અગ્નિવીરોની એક ટીમ તોપમાંથી ગોળા ફેંકી રહી હતી ત્યારે અચાનક તોપનો ગોળો ફાટ્યો હતો. જેમાં પશ્ચિમ બંગાળના અગ્નિવીરના સૈફત શિત (21) અને ગુજરાતના ગોહિલ વિશ્વરાજ સિંહ (20) શહીદ થયા હતા.

આ સમાચાર શેર કરો