Video-સુરતમા પોલીસે પારો ગુમાવ્યો, ફરિયાદ કરવા ગયેલી મહિલા સાથે કર્યું ગેરવર્તન
સુરત સહિત સમગ્ર ગુજરાતમાં દારૂનો પ્રતિબંધ હોવા છતાં પણ ઠેર ઠેર અડ્ડાઓ ધમધમી રહ્યા છે. ત

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં દારૂનો પ્રતિબંધ હોવા છતાં પણ ઠેર ઠેર અડ્ડાઓ ધમધમી રહ્યા છે. ત્યારે અડાજણ વિસ્તારમાં દારૂના અડા પર જનતા રેડ કરવામાં આવી હતી. જેમાં પોલીસની આબરૂના લીરે લીરા ઉડયા હતા. ત્યારબાદ એક મહિલા અડાજણ સૌરભ પોલીસ ચોકી ફરિયાદ નોંધાવા ગઈ હતી. જોકે, ત્યાં હાજર પોલીસ દ્વારા મહિલા સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેને લઈને ફિક્સમાં મુકાઈ ગયેલા પોલીસના ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, આ અંગેની તપાસ કરીને કાયદેસરના પગલા ભરવામાં આવશે.
મહિલાને અપાઈ ધમકી
સૌરભ પોલીસ ચોકી પર ફરિયાદ કરવા ગયેલી મહિલાઓ સાથે જ પોલીસે ગેરવર્તન કર્યું હતું. પોલીસ કર્મચારીઓ દ્વારા જ મહિલાઓનું સન્માન ન જાળવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ કર્મચારી પોતાની મર્યાદા ઓળંગી હોય તે રીતે કહ્યું કે, મારી પરમિશન વગર વીડિયો ઉતારે છે. હમણાં ગુનો દાખલ કરું છું. મહિલાએ પોલીસના ગેરવર્તનનો વીડિયો ઉતારતા ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી દીધી હતી.
તપાસ બાદ થશે કાર્યવાહી
શહેરમાં પોલીસ સામાન્ય નાગરિકો સાથે જ આરોપી જેવો વ્યવહાર કરતી હોવાનો સામે આવ્યો છે. વીડિયો ઉતારનારી મહિલાને પોલીસ કર્મચારીએ કહ્યું કે, તું જો વિડીયો ઉતારે તો આઈ.ટી એક્ટ વિરુદ્ધ તારી સામે ફરિયાદ દાખલ કરીશ. પોલીસ કર્મચારી સામાન્ય લોકોને કંઈ જ ગણતા ન હોય તે પ્રકારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે ફિક્સમાં મૂકાયેલા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ કહ્યું કે, વાયરલ થયેલા વીડિયોને લઈને તપાસ કરવામાં આવશે. જવાબદાર પોલીસ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ વધુમાં જણાવ્યું હતું.








