મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

Video: AFTER NOON NEWS/ નેતન્યાહૂ હારી જાય, તો શું ઈરાન સાથેનું યુદ્ધ સમાપ્ત થશે?, તમિલનાડુમાં મધરાતે 17 કેદી જેલ તોડી ફરાર

સોર્સ: gstv

1) જો બેન્જામિન નેતન્યાહૂ હારી જાય, તો શું ઈરાન સાથેનું યુદ્ધ સમાપ્ત થશે?

ઈઝરાયેલમાં મંગળવારે સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે. ગાઝા, લેબનોન અને ત્યારબાદ ઈરાન સામે ઈઝરાયેલે કરેલા હુમલાઓ પછી બેન્જામિન નેતન્યાહૂ માટે આ પ્રથમ ચૂંટણી પરીક્ષા છે. 

2) Microsoftની ભારત સહિત 4 દેશોના 60 હજાર કર્મચારીઓને સ્વૈચ્છિક રાજીનામાની ઓફર

માઈક્રોસોફ્ટે AI ક્ષેત્રે જંગી રોકાણ અને ખર્ચ ઘટાડવા માટે ભારત, અમેરિકા, યુકે અને કેનેડામાં 60 હજાર કર્મચારીઓને સ્વૈચ્છિક રાજીનામાની  ઓફર કરી છે. આ પ્રોગ્રામ લેવલ 70 અને તેનાથી નીચેના હોદ્દા ધરાવતા કર્મચારીઓ માટે છે,

3) MLC ચૂંટણી પરિણામો 2026: બિહાર-યુપી સહિત 4 રાજ્યોની 28 બેઠકો પર કોણ જીતશે?

બિહાર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ૨૮ બેઠકો માટે આજે મતગણતરી છે. બિહારમાં ૮, કર્ણાટકમાં ૪, મહારાષ્ટ્રમાં ૫ અને ઉત્તર પ્રદેશમાં ૧૧ બેઠકોના પરિણામો આજે જાહેર કરવામાં આવશે.

4)  તબિયત ખરાબ હોવાનું નાટક કર્યું અને કર્મચારીઓને ઢીબી નાંખ્યા! તમિલનાડુમાં મધરાતે 17 કેદી જેલ તોડી ફરાર

તમિલનાડુના થેની જિલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી, 17 કેદીઓએ જેલ કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરી જેલમાંથી ફરાર થયા. 'બીમારીના બહાને' મોડી રાત્રે આ ષડયંત્ર રચાયું હતું. પોલીસે તુંરત કાર્યવાહી શરૂ કરી

5) અમદાવાદમાં છેડતીનો મામલો

અમદાવાદના જગતપુરમાં કિશોરીની છેડતી મામલો બન્યો લોહિલુહાણ. સેરેનિટી સ્પેસ સોસાયટીમાં કિશોરના પરિવારે દંપતી પર હુમલો કરી આંખમાં મરચું નાખ્યું અને છરીના ઘા ઝીંક્યા 

6) વડોદરામાં સફરજનના ગોડાઉનમાં લાગી આગ

વડોદરામાં ખંડેરા માર્કેટ નજીક ફ્રૂટ બજારમાં આવેલા સફરજનના ગોડાઉનમાં ભીષમ આગ લાગી હતી, સદનસીબે જાનહાની ટળી હતી.

આ સમાચાર શેર કરો