મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અંબાજીમાં 5 કલાકની જહેમત બાદ ખૂંખાર રીંછ પાંજરે પુરાયું

બનાસકાંઠાના અંબાજીમાં 5 કલાકની લાંબી મહેનત બાદ ગબ્બર પરથી રીંછ પાંજરે પુરાયો. ફોરેસ્ટ ટીમ અને

બનાસકાંઠાના અંબાજીમાં 5 કલાકની લાંબી મહેનત બાદ ગબ્બર પરથી રીંછ પાંજરે પુરાયો. ફોરેસ્ટ ટીમ અને રેસ્ક્યું ટીમ દ્વારા સ્ટેંક્યુંગનથી બેભાન કરીને રીંછનુ રેસ્કયુ કરવામાં આવ્યું હતું.

સતત 22 દિવસથી ગબ્બરની પહાડીઓ પર રીંછ ટહેલતો દેખાતો હતો. આઅ બાબતે વનવિભાગને જાણ થતાં જ આ રીંછને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને 5 પીંજરા પણ મુકવામાં આવ્યા હતા પરંતુ રીંછને પકડવામાં અસફળતા જ મળતી હતી.

ત્યારે સમગ્ર ટીમ દ્વારા વોચ કેમેરા અને સતત મોનિટરિંગ રાખી આજે સવારથી જ રેસ્ક્યુ ટીમ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સ્ટેંક્યુંગનથી રીંછને બેભાન કરાયું હતું. અને ત્યાર બાદ રીંછને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી.

રાત્રીના સમયે રીંછને ગન વડે બેભાન કરી ગબ્બર નીચે વન વિભાગની ઓફિસે લાવવામાં આવ્યું હતું. પાંજરામાં રાખ્યા બાદ રીંછને ઇન્જેક્શન આપીને હોશમાં લવાયું હતું.

આ સમાચાર શેર કરો