Video: સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડમાં સંડોવાયેલા અધિક કલેકટરની બદલી, ધરપકડના એંધાણ
સુરેન્દ્રનગરના બહુચર્ચિત જમીન NA કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. કૌભાંડમાં મ

સુરેન્દ્રનગરના બહુચર્ચિત જમીન NA કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર ગણાતા અધિક કલેક્ટર આર.કે. ઓઝાની વડોદરા ખાતે બદલી કરી દેવામાં આવી છે. ઓઝા પર જમીન બિનખેતી કરવાના બદલામાં 25 ટકા જેટલી મસમોટી લાંચ લેવાનો અને બેનામી સંપત્તિ વસાવવાનો ગંભીર આરોપ છે. ED દ્વારા આ મામલે ફરિયાદ દાખલ કરાયા બાદ હવે તેમની ધરપકડ અને સસ્પેન્શનના એંધાણ વર્તાઈ રહ્યા છે. આવક કરતા વધુ સંપત્તિ મુદ્દે પણ અધિક કલેકટર આર.કે.ઓજા સામે તપાસ થશે.







