મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સોલા પોલીસ સ્ટેશનની બાથરૂમની બારી તોડીને ફરાર દુષ્કર્મના આરોપીના ફૂટેજ આવ્યા સામે

અમદાવાદમાં સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાંથી દુષ્કર્મના ગુનાના આરોપીના ફરાર થવાના cctv ફૂટ

અમદાવાદમાં સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાંથી દુષ્કર્મના ગુનાના આરોપીના ફરાર થવાના cctv ફૂટેજ સામે આવ્યા છે. 21 વર્ષીય મેહુલ પરમાર નામના ગુનેગારની સોલા પોલીસે 10 જુલાઈએ ધરપકડ કરી હતી અને 15 મી જુલાઈ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા.

આરોપી સામે અપહરણ અને દુષ્કર્મનો ગુનો

આરોપી સામે અપહરણ અને દુષ્કર્મનો ગુના મામલે તપાસ ચાલી રહી હતી. ત્યારે કુદરતી હાજતે જવાના બહાને બારીની ગ્રીલ તોડીને ફરાર થઈ ગયો હતો. 

PSOને સસ્પેન્ડ કરવામાં આવ્યા

આરોપી ફરાર થવાના મામલે સોલા પોલીસ સ્ટેશનના PSOને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. PSO શામળભાઈની બેદરકારી લઈ આરોપી ફરાર થયો હોવાને લઈને ખાતાકીય તપાસ આપી ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો