મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કેશોદ હાઈવે પર એમ્બ્યુલન્સ અને બસ વચ્ચે અકસ્માત, 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે કેશોદના મઘરવાડા નેશનલ હાઇવ

ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  કેશોદના મઘરવાડા નેશનલ હાઇવે પર ખાનગી એમ્બ્યુલન્સ અને ખાનગી ટ્રાવેલ્સ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સને ભારે નુકસાન થયું હતું.

 એમ્બ્યુલન્સમાં સવાર 1 મહિલા સહિત 4 લોકો ઇજાગ્રસ્ત

દુર્ઘટનામાં ખાનગી એમ્બ્યુલન્સમાં સવાર 1 મહિલા સહિત 4 લોકો ઇજાગ્રસ્ત થયાં છે. આજુબાજુના ગ્રામજનોને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી એમ્બ્યુલન્સમાં સવાર તમામ ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા.

આ પણ વાંચો: 

તમામ ઇજાગ્રસ્તોને કેશોદની જુદી જુદી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં

તમામ ઇજાગ્રસ્તોને કેશોદની જુદી જુદી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં હતા. જેમાં એમ્બ્યુલન્સમાં સવાર લોકો જામનગરથી વેરાવળ તરફ જઈ રહ્યા હતા, ત્યારે મઘરવાડા ગામ તરફથી આવતી ખાનગી ટ્રાવેલ્સ બસ ચાલકની ગફલતથી આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. ટ્રાવેલ્સ ચાલક નશાની હાલતમાં હોવાનુ સામે આવ્યું છે. જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી

આ સમાચાર શેર કરો