મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ચૈતર વસાવા સામેના કેસોના વિરોધમાં ભરૂચમાં 'આપ'ની રામધૂન: ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી

ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના

તસવીર: gstv

ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તથા પક્ષના હોદ્દેદારો સામે નોંધાયેલા કેસોના વિરોધમાં અનોખું પ્રદર્શન કર્યું હતું. આપના કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર રામધૂન બોલાવીને વાતાવરણ ગજવી મૂક્યું હતું અને આ કેસોને સંપૂર્ણપણે રાજકીય પ્રેરિત અને ખોટા ગણાવ્યા હતા.કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને માંગ કરી છે કે આ કેસોની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેમજ રાજકીય દબાણ હેઠળ થઈ રહેલી કાર્યવાહી તાકીદે બંધ થાય. આપના અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ મામલે ન્યાય નહીં મળે તો સમગ્ર જિલ્લામાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો