VIDEO:ચૈતર વસાવાના સમર્થનમાં શક્તિ પ્રદર્શન, મંજૂરી વિના રેલીમાં પોલીસની કાર્યવાહી!
સોર્સ : GSTV
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં રાજ્યભરમાં વિરોધ અને સમર્થનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે જંબુસર એસટી ડેપો સર્કલ ખાતે આમ આદમી પાર્ટી અને વિવિધ સંગઠનો દ્વારા સમર્થન માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકરો પોસ્ટર અને બેનરો સાથે એકત્ર થઈ ચૈતર વસાવાના સમર્થનમાં તેમજ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે, પોલીસના જણાવ્યા મુજબ કાર્યક્રમ માટે અગાઉથી જરૂરી મંજૂરી લેવામાં આવી નહોતી. જેના પગલે પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી અને રેલીમાં જોડાયેલા કાર્યકરોની અટકાયત કરી હતી. ઘટનાને પગલે થોડા સમય માટે વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો હતો. હાલ પોલીસે પરિસ્થિતિ પર નિયંત્રણ જાળવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખી છે.

