VIDEO:ચૈતર વસાવાના સમર્થનમાં 2 જુલાઈએ ડેડીયાપાડામાં મહાસભા, આદિવાસી સમાજનું શક્તિ પ્રદર્શન!
સોર્સ : GSTV
ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં યોજાનારી જનસભાને લઈને ડેડીયાપાડામાં આદિવાસી સમાજના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં નર્મદા આદિવાસી સમાજ દ્વારા 2 જુલાઈએ સવારે 11 વાગ્યે ડેડીયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે "સામાજિક જનસમર્થન સભા" યોજવાની જાહેરાત કરવામાં આવી. આ સભામાં ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના આદિવાસી પટ્ટાના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી. આદિવાસી સમાજના આગેવાનોએ યુવાનો, વડીલો અને કાર્યકરોને મોટી સંખ્યામાં સભામાં જોડાવા અપીલ કરી છે. ચૈતર વસાવાના સમર્થનમાં આ સભાને લઈને વિસ્તારમાં રાજકીય અને સામાજિક માહોલ ગરમાયો છે.

