મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હળવદમાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવતા આપ કાર્યકરો થયા નજરકેદ

હળવદ તાલુકાના ટીકર ગામે ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવતાં આમ આદમી પાર્ટીના નેતાઓને પોલીસ દ્વાર

હળવદ તાલુકાના ટીકર ગામે ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવતાં આમ આદમી પાર્ટીના નેતાઓને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય સમક્ષ પાક નુકસાની, અગરીયા પ્રશ્ર્નો,પશુપાલકોના પ્રશ્નોની રજૂઆત કરવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગયા હતા, જ્યાં તેમને નજર કેદ કરવામાં આવ્યા હતા. ત્યારે હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા સામે ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. ખેડૂતોનું કહેવુ છે કે ધારાસભ્ય ફક્ત મોટી મોટી વાતો જ કરે છે. અને ફક્ત સોશિયલ મીડિયામાં જ એક્ટિવ રહે છે. ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે કે, ફક્ત મીડિયામાં ચમકતા રહેવાથી જ કામ નથી થતા. આમ આદમીના કાર્યકર્તાઓ જ્યારે આ અંગે આવેદન આપવા ગયા ત્યારે ભાજપના દબાણ હેઠળ તેમને અટકાવવામાં આવ્યા હતા અને કાર્યકર્તાઓને ડિટેઈન કરી બેથી ત્રણ ક્લાક સુધી પોલીસ સ્ટેશનમાં નજર કેદ કર્યા હતા. 

આ સમાચાર શેર કરો