Ahmedabad: AAP MLA ગોપાલ ઈટાલિયાનો મોટો નિર્ણય, હડદડ ગામના પીડિત ખેડૂતોને આપશે પોતાનો પગાર
આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ હડદડ ગામના ખેડૂતોને મ
આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ હડદડ ગામના ખેડૂતોને મદદરૂપ થવા માટે એક મોટો અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. તેમણે જાહેરાત કરી છે કે તેઓ પોતાનો એક મહિનાનો પગાર હડદડ ગામના પીડિત ખેડૂતોને સહાયરૂપ થવા માટે આપશે.
ગોપાલ ઈટાલિયાએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, "પોલીસે ગામમાં તોડફોડ કરીને અનેક ઘરોમાં નુકસાન કર્યું છે." આ નુકસાનની ભરપાઈમાં મદદરૂપ થવાના હેતુથી તેમણે આ પગલું ભર્યું છે.
ખેડૂતો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરતા તેમણે કહ્યું, "ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીને હું ખેડૂતોને મદદ કરવા માંગુ છું."
આ નિર્ણય લેવા પાછળનું કારણ સમજાવતા ઈટાલિયાએ કહ્યું કે, "તહેવારના સમયમાં ખેડૂતોને સહાય કરવા માટે મેં પગાર આપવાનું નક્કી કર્યું છે."
વધુમાં તેમણે ઉમેર્યું કે, "ખેડૂતોના મતથી જીતેલા એક ધારાસભ્ય તરીકે ખેડૂતો પ્રત્યે અમારી સંવેદના, જવાબદારી અને ફરજ છે."









