મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હિંમતનગરના યુવાને ગણેશજીના અલૌકિક સ્વરૂપો પોસ્ટકાર્ડ પર કર્યા રેખાંકિત

શુભ કાર્યના આરાધ્ય દેવતા ભગવાન ગણેશજીના મહોત્સવ આડે હવે બે દિવસ બાકી રહ્ય

શુભ કાર્યના આરાધ્ય દેવતા ભગવાન ગણેશજીના મહોત્સવ આડે હવે બે દિવસ બાકી રહ્યા છે, ત્યારે દરેક શ્રદ્ધાળુઓ પોતાની રીતે ગણેશજીનું સ્તવન કરતા હોય છે. જો કે હિંમતનગરના એક કલાકારે ગણેશજીનું સ્તવન કંઈક અલગ રીતે જ કર્યું છે. 

સિતાર વગાડતા, ઢોલક વગાડતા અને અલગ અલગ વાજિંત્રો વગાડતા ગજાનંદ. આટલું જ નહીં સોશિયલ મીડિયાથી ઉપર બિરાજેલા છે ગણેશજીના આ વિવિધ અલૌકિક સ્વરૂપ અને એ પણ કલાકારની પીંછીએ. ત્યાં જે વડિયોમાં જોયા તે ગણેશજીના તમામ ચિત્રો હિંમતનગરના ભગવાન ગણેશજીના આરાધક અને વ્યવસાયે આર્ટિસ્ટ એવા હિતેશભાઈ પંચાલે દોર્યા છે અને આ તમામ ચિત્રોની ખાસ વાત એ છે કે આ તમામ ચિત્રો પોસ્ટ કાર્ડ ઉપર હાથેથી ચિતરાયેલા છે. 

15 દિવસથી ઓછા ગાળામાં હિતેશભાઈએ ગણેશજીના અલૌકિક અલગ અલગ 52 સ્વરૂપો પોસ્ટકાર્ડ પર ચિત્રિત કર્યા છે. પોસ્ટકાર્ડ હવેની નવી પેઢીના બાળકો માટે એક નવો વિષય છે. ત્યારે બાળકો ખાસ કરીને આ પોસ્ટકાર્ડથી પરિચિત થાય તે માટે તેમણે પોસ્ટકાર્ડ ઉપર ગણેશજીના ચિત્રો દોરી અને તેને લોકોની વચ્ચે મૂક્યા છે. ત્યારે હાલમાં લોકો તેમના પોસ્ટકાર્ડ પર અંકિત ગણેશજીના અલૌકિક સ્વરૂપો જોઈને ધન્યતા અનુભવી રહ્યા છે.

લોકો ભગવાન ગણેશની પૂજા- અર્ચના કરીને આરાધના કરતા હોય છે ત્યારે હિતેશભાઈએ ભગવાન ગણેશને ચિત્રદેહ આપીને તેમની આરાધના કરી છે અને આ આરાધના થકી તેઓ હાલમાં સાબરકાંઠા જિલ્લામાં નામના અને ગણેશજીની કૃપા બંને મેળવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો