VIDEO: વડોદરામાં શરદપૂર્ણિમાએ યુવક દારૂની બોટલની વેશભૂષામાં ગરબે ઘૂમ્યો
શરદપૂર્ણિમા નિમિત્તે બુધવારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું.
શરદપૂર્ણિમા નિમિત્તે બુધવારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજમહેલ રોડ સ્થિત ગરબા મહોત્સવમાં એક યુવક વિદેશી દારૂની બોટલની વેશભૂષા કરી ગરબે ઘૂમતો જોવા હતો. જેનો વીડિયો વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે.
શરદ પૂર્ણિમાની ઉજવણી નિમિત્તે વડોદરાના રાજમહેલ રોડ જૂની કાછિયા પોળ કોઠી ફળિયા યુવક મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાક લોકો વિવિધ વેશભૂષામાં આવ્યા હતા, પરંતુ તેમાં એક યુવાન વ્હિસ્કીની બોટલ બનીને ગરબે ઘૂમતો જોવા મળ્યો. સમગ્ર મામલે વીડિયો વાઈરલ થતા હોબાળો મચી ગયો છે. લોકોએ ગરબા આયોજકો પર રોષ ઠાલવ્યો હતો. જેથી આયોજકોએ પોતાનો બચાવ કરવા મેદાનમાં આવ્યા અને દાવો કર્યો કે યુવકને જોઈને કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. જોકે બાદમાં તેને ગરબામાંથી બહાર નીકાળી દેવાયો હતો.
ગણેશોત્સવ કે નવરાત્રિમાં લોકો સમાજમાં જાગૃતિ ફેલાય તેવા સંદેશ આપવા માટે અવનવા નુસખા અપનાવે છે. જ્યારે આ યુવકે માતાજીના ગરબામાં વ્હિસ્કીની બોટલ બનીને ગરબે ઘૂમતો જોવા મળ્યો હતો.






