VIDEO: સુરતમાં અસહ્ય ગરમીમાં શારીરિક શ્રમ કરતાં યુવકનું મોત, મૃતકના પરિવારજનોએ કરી આર્થિક સહાયની માગ
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી દર્શન ઇન્ડસ્ટ્રીઝમાં અસહ્ય ગરમીથી પટકાતા ૩૨ વર

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી દર્શન ઇન્ડસ્ટ્રીઝમાં અસહ્ય ગરમીથી પટકાતા ૩૨ વર્ષીય ડિજિટલ પ્રિન્ટિંગ કારખાનેદાર વિજયકુમાર બિન્દનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ લાગ્યા છે. વિજયકુમાર ભર-તડકામાં બીમ ચઢાવવાનું કામકાજ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક તેમની તબિયત લથડી હતી.
તેમની હાલત બગડતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની યુનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સારવાર દરમિયાન વિજયકુમારના હાર્ટ પલ્સ સતત ઓછા થતા હોસ્પિટલ તંત્ર દ્વારા પરિવારને જાણ કરવામાં આવી હતી, પરંતુ કમનસીબે ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારજનોએ આર્થિક સહાયની માંગ કરી છે.



