VIDEO: ગુજરાતમાં વસતી ગણતરીનો પ્રારંભ, સુરતમાં કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે પરિવાર સાથે આ પ્રક્રિયામાં નોંધાવ્યા નામ, લોકોને પણ કરી અપીલ
ગુજરાતમાં વસતી ગણતરીનો પ્રારંભ થયો છે. ત્યારે સુરતમાં કેન્દ્

ગુજરાતમાં વસતી ગણતરીનો પ્રારંભ થયો છે. ત્યારે સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને તેમના પરિવારે વસ્તી ગણતરી પ્રક્રિયામાં ભાગ લઈને નામ નોંધાવ્યા હતા. સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન, ડેપ્યુટી કમિશનર નિધિ સિયાગ અને વસ્તી ગણતરીની ટીમ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના નિવાસસ્થાને પહોંચી હતી, અને વસ્તી ગણતરી પ્રક્રિયા હાથ ધરી હતી. જેને લઈને સી.આર. પાટીલે નાગરિકોને અપીલ કરી છે કે, ૧૭ મે ૨૦૨૬થી ૩૧ મે ૨૦૨૬ દરમિયાન યોજાનારી આ પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લઈ ઓનલાઈન સાચી માહિતી નોંધાવે. આ માહિતી કાયદા મુજબ ગુપ્ત રાખવામાં આવશે, તેથી ઘરમાં આવતા અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપવા પણ અપીલ કરી.


