મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના સરસપુરમાં મકાન પર તોતિંગ વૃક્ષ પડ્યું, પરિવારના બે સભ્યો ઈજાગ્રસ્ત

અમદાવાદમાં ગત રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો, ભારે વરસાદને કારણે શહેરના સંખ્યાબંધ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્ય

અમદાવાદમાં ગત રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો, ભારે વરસાદને કારણે શહેરના સંખ્યાબંધ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ હતી. ત્યારે આ વચ્ચે  અમદાવાદના સરસપુરમાં ઝાડ પડવાની ઘટના સામે આવી છે. સરસપુરમાં ચાલીમાં ઘરની નજીક આવેલું લીમડાનું વૃક્ષ પડી ગયું હતું.

લીમડાનું વૃક્ષ પડી ગયું

ઘરમાં રહેતા સભ્યોએ 10 દિવસ પહેલા જ વૃક્ષ કાપવા મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત વિભાગમાં અરજી કરી હતી.વૃક્ષ પડે તેવી સ્થિતિ હોવાની AMCમાં  જાણ કરી હતી.

મકાનના કેટલા હિસ્સાને નુકસાન થયું અને બે લોકો ઈજાગ્રસ્ત

પરિવારે આરોલ લગાવ્યો હતો કે સરકારી અધિકારીઓની આળસના કારણે  મકાનના કેટલા હિસ્સાને નુકસાન થયું હતું. આ દુર્ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા

આ સમાચાર શેર કરો