VIDEO: સુરતમાં ધોળા દહાડે પૈસા ભરેલું પાકીટ લઈ ગઠિયો ફરાર
સુરતમાં ગઠિયાઓને હવે જાણે કાયદાનો ડર જ ના રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સુરતના તરસાડીમાં ધોળા દહાડે
સુરતમાં ગઠિયાઓને હવે જાણે કાયદાનો ડર જ ના રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સુરતના તરસાડીમાં ધોળા દહાડે એક ઓઇલ ટેમ્પાના કેબીનના આગળના ભાગે રહેલ રોકડ ભરેલ પાકીટ ઉઠાવી ગઠિયો થયો ફરાર. ટેમ્પો ચાલક અને ક્લીનર ઓઈલની દુકાનમાં ડીલવરી કરી રહ્યા હતા તે દરમિયાન આ ટકાનો લાભ ઉઠાવી ચોર પાકીટ લઈને ભાગ્યો હતો. જ્યારે આ સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ થઈ હતી. આ પાકીટમાં લગભગ 63 હજાર રૂપિયા હોવાનું પોલીસ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે. આ ઘટનાની જાણ કોસંબા પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




