મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં બેફામ દોડતી કારે બાઈક સવારને મારી ટક્કર, જુઓ ઘટનાના CCTV ફૂટેજ

રાજકોટના કાગશીયાળી ગામ નજીક હકુભા ચોકમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે, જેના ભ

રાજકોટના કાગશીયાળી ગામ નજીક હકુભા ચોકમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે, જેના ભયાનક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. એક પૂરઝડપે આવતી બેફામ કારે માર્ગ પરથી પસાર થતા બાઈક સવારને જોરદાર ટક્કર મારી હડફેટે લીધો હતો.

અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર બાદ કાર સીધી રોડની નીચે ઉતરી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ ગંભીર રીતે ઘાયલ બાઈક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. વાયરલ વીડિયોમાં કારની ગતિ જોઈને લોકોમાં ફાળ પડી છે. હાલ પોલીસ આ મામલે સીસીટીવીના આધારે ગુનો નોંધી કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.

આ સમાચાર શેર કરો