મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટના આજીડેમ વિસ્તારમાં આગનો બનાવ, ફાયર વિભાગે મેળવ્યો કાબુ

રાજકોટ શહેરમાં આગની વધુ એક ઘટના સામે આવી છે. આજીડેમ ચોકડી નજીક આવેલા એક કારખાનાના ખુલ્લા પટમાં પડેલા વેસ્ટ માલમાં

રાજકોટ શહેરમાં આગની વધુ એક ઘટના સામે આવી છે. આજીડેમ ચોકડી નજીક આવેલા એક કારખાનાના ખુલ્લા પટમાં પડેલા વેસ્ટ માલમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને કારખાનાનો મોટી માત્રામાં પડેલો વેસ્ટ માલ બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી.

આ સમાચાર શેર કરો