VIDEO: જસદણમાં ગીલોર રમતા બાળકને આંખમાં ખીલી વાગતા ગંભીર ઈજા, ડોકટરોની ટીમે તાત્કાલિક કર્યું ઓપરેશન
રાજકોટ જિલ્લાના જસદણમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. વે
રાજકોટ જિલ્લાના જસદણમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. વેકેશન દરમિયાન બાળકો ગીલોર બનાવીને રમતા હતા, ત્યારે અકસ્માતે એક બાળકની આંખમાં ખીલી ઘૂસી ગઈ હતી. ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક જસદણની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
હોસ્પિટલના આંખના સર્જન સહિત ચાર ડોક્ટરોની ટીમે તાત્કાલિક ઓપરેશન હાથ ધર્યું હતું. ડોક્ટરોની મહેનતથી ઓપરેશન સફળ રહ્યું અને બાળકની આંખ બચાવવામાં સફળતા મળી હતી.



