મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોતનું ઢાંકણું, રાજકોટમાં ભૂગર્ભ ગટરમાં પડી જતા શખ્સનું 10 દિવસ બાદ મોત, ઘટનાના CCTV વાયરલ

રાજકોટ મહાનગર પાલિકાની ગંભીર બેદરકારીના કારણે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ગાંધ

રાજકોટ મહાનગર પાલિકાની ગંભીર બેદરકારીના કારણે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ગાંધીગ્રામ હીરાના બંગલા નજીક ભૂગર્ભ ગટરમાં પડી જતા વનરાજસિંહ જાડેજા નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે. બનાવ સ્થળ પર ઢાંકણાની ફ્રેમ તૂટી ગઈ હતી. ત્યાંજ આ અકસ્માત સર્જાયો હતો.

શખ્સને ગંભીર ઈજાઓ પહોંચી હતી

અકસ્માતમાં વનરાજસિંહ જાડેજાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં વનરાજસિંહ જાડેજાને  સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત વ્યક્તિને ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ 11મી સપ્ટેમ્બરે તેમનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ હતી.

આ સમાચાર શેર કરો